ylliX - Online Advertising Network
નવી ઇન્ડસ્ટ્રી:  હાઈડ્રોજનથી ઊડતાં સૌથી મોટાં ડ્રોન, મુંબઈથી પૂણે 30 મિનિટમાં પહોંચાડતી દેશી ટૅક્સી તૈયાર

નવી ઇન્ડસ્ટ્રી: હાઈડ્રોજનથી ઊડતાં સૌથી મોટાં ડ્રોન, મુંબઈથી પૂણે 30 મિનિટમાં પહોંચાડતી દેશી ટૅક્સી તૈયાર


  • Gujarati News
  • National
  • Largest Hydrogen powered Drone, Desi Taxi Ready To Deliver From Mumbai To Pune In 30 Minutes

અમરાવતી56 મિનિટ પેહલા

  • કૉપી લિંક
અમરાવતીમાં યોજાયેલી ડ્રોન સમિટમાં એકસાથે 5500 ડ્રોનનું પ્રદર્શન એ સૌથી મહત્ત્વનો કાર્યક્રમ હતો. તેમાં 5 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. આ ડ્રોને ભારતીય ધ્વજ ત્રિરંગો અને મહાત્મા બુદ્ધની 3ડી તસવીર બનાવી હતી. એકસાથે આટલા બધા ડ્રોન ઊડતાં વિશ્વનો બીજો સૌથી મોટો શૉ બની ગયો છે. અંદાજ 8 હજાર ડ્રોનવાળો સૌથી મોટો શૉ ચીનના શેનજેનમાં યોજાયો હતો. - Divya Bhaskar

અમરાવતીમાં યોજાયેલી ડ્રોન સમિટમાં એકસાથે 5500 ડ્રોનનું પ્રદર્શન એ સૌથી મહત્ત્વનો કાર્યક્રમ હતો. તેમાં 5 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. આ ડ્રોને ભારતીય ધ્વજ ત્રિરંગો અને મહાત્મા બુદ્ધની 3ડી તસવીર બનાવી હતી. એકસાથે આટલા બધા ડ્રોન ઊડતાં વિશ્વનો બીજો સૌથી મોટો શૉ બની ગયો છે. અંદાજ 8 હજાર ડ્રોનવાળો સૌથી મોટો શૉ ચીનના શેનજેનમાં યોજાયો હતો.

  • આંધ્રના કુર્નુલમાં 300 એકરમાં ભારતનું પ્રથમ ડ્રોન સિટી બનશે, ડ્રોન ઇનોવેશનમાં ગ્લોબલ હબ બનવાની તૈયારી

ભારતમાં હાઈડ્રોજનથી ઊડતાં વિશ્વના પ્રથમ અને સૌથી મોટાં ડ્રોન તૈયાર થઈ ગયાં છે. તેલંગાણાની કંપની બ્લૂ જે એરોએ આ ડ્રોન બનાવ્યા છે. તેનું નામ ‘બ્લ્યૂ જે રીચ’ છે. આ 100 કિલો વજન ઉઠાવીને એક વારમાં 300 કિમી ઊડી શકે છે. આટલું અંતર માત્ર 30 મિનિટમાં પૂરું કરે છે. એ જાન્યુઆરી, 2050માં બજારમાં આવશે. આ કંપનીએ બ્લૂઝ હોપ નામનું અન્ય એક ડ્રોન બનાવ્યું છે, જે ટૅક્સીનું કામ કરશે. એ પણ હાઈડ્રોજનથી ચાલે છે અને મુંબઈથી પૂણે (148 કિમી)નું અંતર માત્ર અડધા કલાકમાં કાપશે. અત્યારે સડક માર્ગે 3થી 4 કલાક થાય છે. આ કંપની 2025 સુધીમાં દેશનું પ્રથમ 10 સીટર હાઇડ્રોજન-ઇલેક્ટ્રિક યાત્રી વિમાન બનાવશે. તેની રેન્જ એક વારમાં 1 હજાર કિમીની હશે.

આ અત્યાધુનિક ડ્રોન્સનું પ્રદર્શન આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં યોજાયેલી ડ્રોન સમિટમાં થયું હતું. અહીં 300 કંપનીઓનાં ડ્રોન આવ્યાં હતાં. આંધ્રના કુર્નુલ જિલ્લામાં 300 એકરમાં દેશની પહેલી ડ્રોન સિટી બનશે. અહીં માત્ર ડ્રોનનું નિર્માણ અને તેના એસેમ્બલિંગનું કામ થશે.

પહેલું ડ્રોન, જે ઇલેક્ટ્રિક સમસ્યાઓ જ શોધશે…

  • યુએવી ડ્રોનઃ વિગ્નન કંપનીના આ ડ્રોનને ટ્રાન્સફોર્મર્સ, વીજળીના થાંભલા, પાવર સ્ટેશનો પર ઉડાવાશે, એ ફોલ્ડ સ્કેન કરી લેશે.
  • મલ્ટીસ્પેક્ટ્રલ ડ્રોનઃ એ પોતાના ચાર કૅમેરાની મદદથી 15 મીટર ઉફરથી તળાવો અને સરોવરોનાં પાણીની તસવીરો લેશે અને તેની ગુણવત્તા કહેશે. આ ડ્રોન SRM યુનિવર્સિટીએ બનાવ્યું છે.
  • રેડ વિંગ ડ્રોનઃ આ ડ્રોન મેડિકલ ઉપયોગ માટે બનાવાયું છે. જેમ કે ઓર્ગન ડિલિવર કરવાનું હોય કે લોહીના નમૂના મિનિટોમાં લેબ સુધી પહોંચાડવાના હોય, એ 100 કિમીનું અંતર માત્ર 15 મિનિટમાં પૂરું કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *