ylliX - Online Advertising Network
પરિવર્તન:  જસ્ટિસ સંજીવ ખન્ના નવા ચીફ જસ્ટિસ બની શકે છે

પરિવર્તન: જસ્ટિસ સંજીવ ખન્ના નવા ચીફ જસ્ટિસ બની શકે છે


નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક
  • હાલના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે નામ સૂચવ્યું

એજન્સી | નવી દિલ્હી મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડૉ.ડી વાય. ચંદ્રચૂડે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીજેઆઈએ પોતાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી દીધી છે. 9 નવેમ્બર 2022એ મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બરે પૂરો થશે. મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણ પછી કેન્દ્ર સરકારની સલાહ ઉપર રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમકોર્ટના જજ બન્યા હતા. જો તે 11 નવેમ્બરે 51મા સીજેઆઈ તરીકે પદ ગ્રહણ કરે છે તો તેમનો કાર્યકાળ 6 મહિનાથી થોડોક વધારે રહેશે. તેઓ 13 મે, 2025એ સેવાનિવૃત થશે. 14 મે 1960ના રોજ જન્મેલા સંજીવ ખન્નાએ દિલ્હી વિશ્વ વિદ્યાલયથી કાયદાનો અભ્યાસ કર્યો છે. 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવીને વકીલાત શરૂ કરી હતી.

ન્યાયમૂર્તિ ખન્ના તે બેન્ચમાં રહ્યા હતા જેને ચૂંટણી બૉન્ડને ગેરકાનૂની, ઈવીએમને વાજબી ઠરાવ્યું હતું ન્યાયમૂર્તિ ખન્ના 2006માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને 18 જાન્યુઆરી 2019એ સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા હતા.

  • સુપ્રીમકોર્ટમાં તેમના મુખ્ય ચુકાદામાં એક ઈવીએમને વાજબી ઠરાવ્યું હતું. તેઓ 5 જજોની બેન્ચમાં સામેલ હતા. જેને ચૂંટણી બૉન્ડને ગેરકાનૂની ઠરાવ્યા હતા.
  • તેઓ તે બેન્ચમાં પણ હતા, જેમને આર્ટિકલ 370ને રદ કરવાના નિર્ણયને જાળવી રાખ્યો હતો.
  • ન્યાયમૂર્તિ ખન્ના હાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રીય ન્યાયિક ઍકેડેમી ભોપાલના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *